ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (S C) અને અનુસૂચિત જન જાતિ (ST) વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ FREE SHIP CARD યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફતમાં શિક્ષણ મેળવી શકે છે.
Free Ship Card For SC Student Gujarat
સમરસ છાત્રાલય-સરકારી છાત્રાલય માટેની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
શિષ્યવૃતિ,ફૂડબિલ,તમામ યોજનાની વગેરે ની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
આ આર્ટિકલમાં આપણે ફ્રીશિપકાર્ડ વિષે સંપૂર્ણ માહિતી લઈશું
Free Ship Card For SC-ST Students In Gujarat
ફ્રી શીપ કાર્ડ શું છે?
Free Ship Card Information In Gujarat
આ યોજનામુજબ જે વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે . ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.
ફ્રી શીપ કાર્ડ યોજના (Freeship card information)
ખાનગી કોલેજોમાં માં ફી વધારે હોવાથી ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના ” અંતર્ગત ” Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.
Free Ship Card Application Form Gujarat
સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં શિક્ષણ ફી વધુ હોવાના કારણે આર્થિક રીતે પછાત વર્ગના પરિવારના બાળકો એડમિશન મેળવવામાં વંચિત રહી જતા હોય છે. તેનું મુખ્ય કારણ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવી જેના કારણે મોટી શિક્ષણ ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી. જ્યારે સરકાર દ્વારા ‘પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના’ અંતર્ગત ‘ફ્રી શીપ કાર્ડ’ ની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમાં સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળે તેવા ઉમદા હેતુસર ‘ફ્રી શીપ કાર્ડ’ યોજના અમલમાં મુકાઈ છે. ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ સુધીની હોવાની જરૂરીયાત હોય છે
Free Ship Card Form PDF
ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?
ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે તમારા જિલ્લા સમાજ કલ્યાણ કચેરી માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડી ને ત્યાજ જમા કરવાનું રહેશે.
ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati)
અહીં ક્લિક કરો Download
Freeship Card apply online gujarat 2023
ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?
ફ્રી શીપ કાર્ડ માટેનું ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ બરાબર ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.
તમારા ફોર્મનું વેરિફિકેશન થયા પછી ત્યાંથી જ તમને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવશે
freeship card apply online gujarat 2023
Free Ship Card IncomeCriteria
ફ્રી શીપ કાર્ડ માટે આવક ર્યાદા કેટલી છે ?
ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .
free ship card for sc students
(ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત)
Digital Gujarat Free Ship Card Scholasrhip Form 2023-24
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિધાર્થી ફ્રી શિપ કાર્ડ થી પ્રવેશ લેતા હોય તો એને નીચે મુજબના Digital Gujarat Scholarshipના ફોર્મ ભરવાના રહેશે
Free Ship Card Scholarship form SC & ST |
||
SC |
Post Matric Scholarship for SC Students (GOI) (Freeship Card Students Only) (BCK-6.1) |
ફ્રી શિપ કાર્ડથી પ્રવેશ લેતા વિધાર્થીએ જ એપ્લાય કરવું |
ST |
Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships (Freeship Card Students Only) (VKY6.1) |
ફ્રી શિપ કાર્ડથી પ્રવેશ લેતા વિધાર્થીએ જ એપ્લાય કરવું |
Freeship Card Required Documents
ફ્રીશીપકાર્ડ માટેના જરૂરી દસ્તાવેજો
-
રેશનકાર્ડ/ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ (ID PROOF)
-
બેંક પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ (Bank Passbook)
-
સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ(LC ) ની પ્રમાણિત નકલ (School Leaving Certificate)
-
જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (Cast Certificate)
-
એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના તમામ શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલ
-
વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ(Income Certificate)
-
માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
-
SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય એટલે કે ગેપ હોય તો ગેપ નો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તેનું સોગન્ધનામું આપવાનું રહેશે (Gap Certificate)
Free Ship Card New Rules 2023
અનુસૂચિત જનજાતિના નાયબ નિયામકે તમામ કોલેજને પરિપત્ર કર્યો છે. ફ્રી શીપ કાર્ડ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી હવેથી તેમના જ બેંક એકાઉન્ટમાં સરકાર જમાં કરશે.
અનુસૂચિત જનજાતિના નાયબ નિયામકે તમામ કોલેજને પરિપત્ર કર્યો છે.
ફ્રી શીપ કાર્ડ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી હવેથી તેમના જ બેંક એકાઉન્ટમાં સરકાર જમાં કરશે.બેંકમાં ફિની રકમ થયાના 7 દિવસની અંદર કે સંસ્થામાં કે કોલેજમાં અભ્યાસ કરે તેમાં જમાં કરવાના રહેશે.
Free Ship Card Important Links
Digital Gujarat Website |
Click Here |
Scholarship Information |
Click Here |
Hostel Information |
Click Here |
Website Homepage |
Click Here |