GUEEDC GUJARAT-ગુજરાત રાજ્યમાં શિક્ષણ,આર્થિક વિકાસ અને તેમના સામાજિક વિકાસ (અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ અને તેમના આશ્રિતો સિવાયના સમુદાયો સિવાય) બિનઅનામત વર્ગના સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા. કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા GUEEDC ની રચના કરવામાં આવી છે
GUEEDC Gujarat 2023 online Form
સમરસ છાત્રાલય-સરકારી છાત્રાલય માટેની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
શિષ્યવૃતિ,ફૂડબિલ,તમામ યોજનાની વગેરે ની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
GUEEDC SCHEMES
1 યોજનાનું નામ : શૈક્ષણિક અભ્યાસ યોજના
રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય / કેન્દ્રશાશિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ લોન આપવાની રહેશે.
-
Elibility Criteria (લાયકાત) –ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી
-
વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
2. યોજનાનું નામ-વિદેશ અભ્યાસ લોન
ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.
-
Elibility Criteria (લાયકાત) –ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી
-
વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ
3. યોજનાનું નામ : ભોજન બીલ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
Gueedc Food Bill (Bhojan Sahay)
-
કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ લાખ કે તેથી ઓછી
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
4.યોજનાનું નામ-કોચીંગ સહાય
ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
Gueedc Login
-
Elibility Criteria (લાયકાત) – ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ કે તેથી ઓછી
-
દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
5. યોજનાનું નામ-જી(JEE),ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.
બિન અનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
-
Elibility Criteria (લાયકાત)-ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ કે તેથી ઓછી
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
6.યોજનાનું નામ-સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
-
Elibility Criteria (લાયકાત)-ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા. ૪.૫૦ લાખ કે તેથી ઓછી
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ..
7.યોજનાનું નામ-સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.
તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે
-
Elibility Criteria (લાયકાત) –વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે
-
અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે
-
અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
-
બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
-
Income Criteria (આવક મર્યાદા)-કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી
-
અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
NOTE:-ઉપરની તમામ વિગતો ફક્ત માહિતી માટે છે આખરી નિર્ણય સરકારશ્રીના ઠરાવ મુજબ રહેશે
GUEEDC Apply & Last Date 2023
No. |
Particulars |
Dates |
1 |
Application start date |
To Be Notified |
2 |
Last date to submit online applications |
To Be Notified |
Gueedc Login
GUEEDC Important Documents
Gueedc હેઠળ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે આપેલ છે:-
-
આધાર કાર્ડ
-
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
-
DOB પ્રમાણપત્ર
-
બિન અનામત વર્ગ પ્રમાણપત્ર
-
શૈક્ષણિક પ્રમાણપત્રો
-
બેંક ખાતાની વિગતો
-
વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
-
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
-
ઈમેલ આઈડી સરનામું
-
સક્રિય મોબાઇલ નંબર
How To Apply GUEEDC Online?
-
Website www.gueedc.gujarat.gov.in પર જવાનું રહેશે
-
Scheme માં જઈ Education Scehme પસઁદ કરો
-
યોજના વિષે સંપૂર્ણ માહિતી બરાબર વાંચી Apply Now પર Click કરો
-
New User પર Click કરો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
-
તમામ માહિતી જેવી કે મોબાઇલ નંબર ,આધાર કાર્ડ માહિતી,ઇમેઇલ ID ઉંમર,પાસવર્ડ સંપૂર્ણ માહિતી ફીલ કરીને Register પર Click કરો
-
હવે તમારા Login ID.Captcha અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો
-
ફરજીયાત તમામ માહિતી ફીલ કરો
-
સંપૂર્ણ માહિતી ચેક કર્યા બાદ અરજી સબમિટ કરો
-
અરજીની પ્રિન્ટ સાચવીને રાખો
What is the helpline number of the Gujarat Unreserved Educational & Economical Development Corporation?
Gueedc Phone No.: 079-23258688- 079-23258684
Gueedc Important Links
Official Website |
Click Here |
Scholarship Information |
Click Here |
Hostel Information |
Click Here |
Website Homepage |
Click Here |